options.hlsSource,#https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/1318d74fc104c54c51753c2d7c85eb1d17398005604221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=800
INFO:રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં એક અત્યંત શરમજનક અને સંવેદનહીન ઘટના સામે આવી છે, જેણે સમગ્ર મેડિકલ જગતને કલંકિત કર્યું છે. હોસ્પિટલના લેબર રૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ઓનલાઈન અપલોડ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ફૂટેજમાં ગર્ભવતી મહિલાઓની સંવેદનશીલ તબીબી તપાસના દ્રશ્યો કેદ હતા, જે તેમની ગોપનીયતા અને ગરિમાનું ઉલ્લંઘન છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ABP અસ્મિતાના વીડિયો એડિટર તેજપાલસિંહ રાણાએ આ મામલાનો પર્દાફાશ કર્યો. રાણાએ CCTV ફૂટેજ અને વાયરલ થયેલા રીલ્સની ઝીણવટપૂર્વક તપાસ કરી અને હોસ્પિટલના પાપનો ભાંડો ફોડ્યો. ABP અસ્મિતાએ આ ઘટનાની જાણકારી તાત્કાલિક સાયબર ક્રાઈમ બ્રાન્ચને આપી, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.